ગુજરાત
News of Friday, 22nd November 2019

પ્રાંતિજના પોગલુ ગામના એસ્સારના પેટ્રોલપંપમાંથી 1.79 લાખની ચોરી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોગલુ ગામની સીમમાં આવેલ પેટ્રોલપંપ ખાતે રાત્રીના સમયે 1.79 લાખ રૂપિયાની ચોરીનો બનાવ બન્યો છે. હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે આઠ ઉપર આવેલ પ્રાંતિજ ના પોગલુ ગામની સીમમાં આવેલ એસાર પેટ્રોલપંપ આવેલો છે. ઓફિસના મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશ કરી તસ્કરો ટેબલના ખાનામાં રહેલ તિજોરીની ચાવી થી તિજોરી ખોલી તિજોરીમાં મુકેલાં 1.35 લાખ તથા બાજુની રૂમમાંથી આખુ ટેબલ બહાર કાઢી પાછળના ભાગે લઇ જઇ ને ટેબલ નું ખાનું તોડી અંદર થી ૪૪,૮૦૦ મળી કુલ ૧,૭૯,૮૦૦ ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભમાં પેટ્રોલપંપના માલિકની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(10:49 pm IST)