પાટણ નજીક બાઈક પર જઈ રહેલ નગર સેવકનું અપહરણ કરી 22 હજારની લૂંટ: પોલીસ તપાસ શરૂ
પાટણ:માલસુંદ ગામથી હારીજ ગામ તરફ જવાના હાઈવે પર ગઈકાલે છ જેટલા અજાણ્યા શખ્સોએ કાર ઉપર આવી બાઈક પર જઈ રહેલા પૂર્વ નગરસેવકનું અપહરણ કરી ૨૨ હજારની લૂંટ ચલાવી હતી. બાદમાં બે યુવતીઓે પણ બળાત્કારના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે તપાસ શરૃ કરી છે.
હારીજ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલ બીપીન રાવલ ગતરોજ માલસુંદ ગામેથી હારીજ તરફ પોતાના એક્ટીવા પર આવી રહ્યા હતા.
ત્યારે હારીજ નજીક રાવિન્દ્રાના પાટિયા પાસે સ્વીફ્ટ કારમાં આવેલા છ અજાણ્યા શખ્સોેએ એક્ટીવા આગળ ગાડી રોકી હતી. બાદમાં કેટલાક શખ્સો ગાડીમાંથી ઉતરી પૂર્વ કોર્પોરેટર પર સીધો જ હુમલો કરી માર માર્યો હતો. જબરજસ્તીથી ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા. રસ્તામાં તેમની પાસે રૃા. પાંચ લાખની ખંડણી માગી હતી.