ગુજરાત
News of Friday, 22nd October 2021

અમદાવાદ ખાતે યોજાયેલ સ્વામી વિવેકાનંદ ચેમ્પિયન્સ ટ્રોફીમાં વલસાડ જિલ્લા પંચાયતની ટીમ ચેમ્પિયન બની

વિકાસ કમિશનર તથા ડીડીઓ અમદાવાદના હસ્તે ટ્રોફી વિતરણ કરવામાં આવ્યું : ગુજરાત રાજય પંચાયત સ્પોર્ટસ એન્ડ રિક્રીએશન કલબ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :૨૯મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૦ નવસારી ખાતે યોજાયેલ હતી. તેમાંથી ક્વાટર  ફાઇનલમાં આવેલી કુલ:- ૮ ટીમોની સ્વામી વિવેકાનંદ ચેમ્પિયન્સ ટ્રોફિ રમાડવાનું ગુજરાત રાજય પંચાયત સ્પોર્ટસ એન્ડ રિક્રીએશન કલબ દ્રારા સેમિફાઇનલ અને ફાઇનલ SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે તાજેતરમાં રાખેલ હતું. સ્વામી વિવેકાનંદ ચેમ્પિયન્સ ટ્રોફીમાં વલસાડ જિલ્લા પંચાયત ચેમ્પિયન થતાં વિકાસ કમિશનર તથા ડીડીઓ અમદાવાદના હસ્તે ટ્રોફી વિતરણ કરવામાં આવ્યું હતું.
  નાઈટ ફાઇનલ મેચમાં વલસાડ જીલ્લા પંચાયત સુરત જિલ્લા પંચાયતની ટીમ વચ્ચે રમાઇ હતી. રોમાંચક ફાઇનલ મેચમાં વલસાડના કેપ્ટન ચિંતનસિંહ પરમાર  ટોસ જીતી પ્રથમ દાવ લેતા ૨૦ ઓવરમાં 124 રન કર્યા હતા જેમાં જીગ્નેશ પટેલના 42 તથા રોહિતના રોમાંચક 20 રન મુખ્ય હતા સુરતના કેપ્ટન ભાવેશ પટેલે બે તથા અલ્પેશ વાસીયા એ બે વિકેટ ઝડપી હતી.તેના જવાબમાં સુરત જિલ્લા પંચાયતની ટીમ 121 રન બનાવી શકતા હતા. વલસાડનો ત્રણ રને  રોમાંચક વિજય થયો હતો. મેન ઓફ ધ મેચ વલસાડના જીગ્નેશ પટેલ તથા મેન ઓફ ધ સીરીઝ સુરતના હિરેન ચૌધરી રહ્યા હતા. સાથે બેસ્ટ બેટ્સમેન પણ જાહેર થયા હતા. વલસાડના વિષ્ણુકુમાર પટેલ બેસ્ટ બોલર રહ્યા હતા. ફાઇનલ મેચમાં ગુજરાત રાજ્યના વિકાસ કમિશનર સંદિપકુમાર,અમદાવાદના ડીડીઓ ડો. અનિલ ધામેલીયા ગુજરાત રાજ્ય પંચાયત સ્પોર્ટ ક્લબના પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલા, મહામંત્રી નિલેષભાઈ પટેલ, ઉપપ્રમુખ ગણપતભાઇ સંગઠન મંત્રી આર.જી.પટેલ તેમજ અન્ય હોદેદારો  કલ્પેશભાઈ પટેલ, પરેશભાઈ, તથા એસ.જી.વી.પી ના કુંજબિહારી સ્વામી હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરે ફાઇનલ મેચના ખેલાડીઓની રમત તથા આયોજકોને બિરદાવી રમત-ગમતના આયોજન પર ભાર મૂક્યો હતો. અમદાવાદના ડીડીઓ ડોક્ટર ધામેલિયા એ રમતગમતથી ભાતૃભાવના વધે છે તથા કર્મચારીઓ એકબીજાની નજીક આવે છે તે બાબત ઉજાગર કરી હતી.

(8:11 pm IST)