ગુજરાત
News of Friday, 22nd October 2021

દિવાળી ૧૦૦% બગડવાના એંધાણ!

શાકભાજીના ભાવ આસમાનેઃ વેપારી ગૃહિણીઓની ચિંતા વધી

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છેઃ ઠેર -ઠેર પાણી ભરાતા પરપ્રાંતથી આવતી શાકભાજીની આવકમાં પણ ૪૦ ટકાનો ઘટાડો થયો છે

અમદાવાદ,તા. ૨૨: શાકભાજીની આવક ઘટતા ભાવમાં ૩૦દ્મક ૪૦ ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાત, મધ્ય પ્રદેશ અને મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદને કારણે શાકભાજી માર્કેટ પર તેની અસર પડી છે. ભારે વરસાદના પગલે અનેક હાઇવે બંધ છે, મહારાષ્ટ્ર તરફથી આવતી શાકભાજીની ટ્રકો ફસાઈ હોવાથી આવી નથી. જયારે મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેડૂતો ખેતરમાંથી શાકભાજી લઇ શકયા નથી, જેની સ્થાનિક માર્કેટ પર અસર પડી છે અને વેપારીઓએ માલની હેરાફેરી બંધ કરી છે. જયારે એપીએમસી શાક માર્કેટમાં લીલા શાકભાજીની આવક ઓછી થતા ભાવમાં ૨૦થી ૩૦ ટકાનો વધારો થયો છે.

ધોધમાર વરસાદથી પીવાના અને સિંચાઈના પાણીમાં રાહત મળી છે, પરંતુ શાકભાજીની આવક પણ ઘટી છે. પરિણામે ભાવમાં ભડકો થયો છે. સિંગતેલ, કઠોળના ભાવ વધારા બાદ હવે શાકભાજીના ભાવમાં પણ ૪૦ રૂપિયે મળતા શાકભાજી અત્યારે ૮૦દ્મક ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે.

દેશભરમાં ભારે વરસાદના કારણે શાકભાજી ઉપરાંત અન્ય ચીજ વસ્તુઓની આવકમાં ઘટાડો થયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે. ઠેર -ઠેર પાણી ભરાતા પરપ્રાંતથી આવતી શાકભાજીની આવકમાં પણ ૪૦ ટકાનો ઘટાડો થયો છે.

આ અંગે વાતચીત કરતા દિનેશભાઈના કહેવા પ્રમાણે ડુંગળના ભાવ પણ વધ્યા છે, જેની પાછળના કારણોમાં નાસિકથી આવતો ઓછો માલ છે. આ અંગે જણાવતા શિલ્પાબેનના કહેવા પ્રમાણે, સામાન્ય રીતે તેઓ ઘરના આંગણે ઉભી રહેતી લારી પરથી શાકભાજી ખરીદવાનો આગ્રહ રાખે છે પરંતુ આજે ભાવ વધારે લાગતા તેઓ શાક માર્કેટમાં આવ્યા છે, પણ અહીં ભાવ વધારો છે જેથી અસર મોટી જોવા મળી છે. (૨૨.૭)

શાકભાજી

૧૫ સપ્ટે    ૨ ઓકટો

આજનો ભાવ

 

રિંગણ

૩૦

૬૦

૮૦

ભુટ્ટા

૩૦

૬૦

૯૦

રવૈયા

૪૦

૮૦

૧૦૦

કોબીજ

૨૦

૫૦

૭૦

કુલાવર

૭૦

૧૦૦

૧૨૦

કાકડી

૪૦

૮૦

૧૦૦

વાલોળ

૭૦

૧૦૦

૧૨૦

ટામેટા

૪૦

૭૦

૧૦૦

ભીંડા

૩૦

૬૦

૧૦૦

કારેલા

૨૦

૪૦

૮૦

ગવાર

૪૫

૯૦

૧૦૦

ચોળી

૧૦૦

૧૫૦

૨૦૦

(10:00 am IST)