ગુજરાત
News of Wednesday, 21st October 2020

સુરતના જવેલર્સ પર કરોડોનું કૌભાંડ આચાર્યાનો આક્ષેપ કરનાર ભાજપ નેતાને ત્યાં આવકવેરા વિભાગના દરોડા

આવક વેરા વિભાગ અને સુરત પોલીસે પીપલોદ વિસ્તારમાં આવેલા તેમના ઘરે દરાડો પાડ્યા

સુરત: શહેર ભાજપના ઉપપ્રમુખ પી વી એસ શર્માને ત્યાં આવક વેરા વિભાગ અને સુરત પોલીસે સાથે મળી દરોડા પડ્યા છે. પીપલોદ વિસ્તારમાં આવેલા તેમના ઘરે દરાડો પાડ્યા છે

 અત્રે ઉલ્લેખનીય છે કે પીવી શર્માએ આક્ષેપ કર્યા હતા કે નોટબંધી દરમિયાન કલા મંદિર જવેલર્સ દ્વારા કરોડો રૂપિયાનો કૌભાંડ કરવામાં આવ્યો છે અને તેમની પાસે તેના પુરાવા પણ છે. પીવીએસ શર્માએ વડાપ્રધાન  મોદી અને નાણામંત્રીને ટ્વીટ કરી ED અને CBI તપાસની માંગ કરી હતી.

ભાજપના અગ્રણી નેતા અને સુરતના ભાજપના નેતા દ્વારા કરવામાં આવેલા ટ્વીટને કારણે એક મોટા કૌભાંડ પરથી પડદો ઊંચકાયો છે. કૌભાંડમાં કેટલા ભ્રષ્ટાચારી આવકવેરા અધિકારીઓ, ચાર્ટડ એકાઉટન્ટ અને ઉદ્યોગકારોની મિલીભગત ખુલ્લી પડી ગઈ છે, ભાજપના નેતાનો આક્ષેપ છે કે નોટબંધી દરમિયાન એક જવેલર્સ દ્વારા 110 કરોડ રૂપિયા ત્રણ દિવસમાં બેંકમાં ડિપોઝીટ કરવામાં આવ્યા હતાં, પરંતુ તેની સામે માત્ર 84 લાખનો ટેક્સ ભરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે તેના પુરાવા પણ છે સંદર્ભે તેમના ત્યાં આવક વેરા વિભાગે દરોડા પાડ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને તેમની પૂછપરછ કરવામાં આવી છે.

સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ પી વી એસ શર્મા કે જેઓ પોતે એક રિટાયર્ડ આવકવેરા અધિકારી પણ છે, તેમને સુરતના ઘોડદોડ રોડ પર આવેલા ક્લામંદિર જવેલર્સના કેટલાક ડોક્યુમેન્ટ ટ્વીટ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે સમગ્ર કૌભાંડમાં ઇડી અથવા સીબીઆઈની તપાસની માંગણી કરી છે. શર્માનો આક્ષેપ છે કે નોટબંધી લાગુ થઈ ત્યારે કલામંદિર જવેલર્સના માલિકો પાસે 110 કરોડ રૂપિયાની રોકડ હતી. 8 નવેમ્બર 2016ના રોજ રાત્રે નોટબંધી લાગુ થયા બાદ એક દિવસ માટે તમામ બેંકો બંધ રહી હતી. 10 નવેમ્બર 2016ના રોજ બેંકો શરૂ થઈ હતી, જેથી જવેલર્સ દ્વારા કેટલીક રકમ બેંકમાં જમા કરાવવામાં આવી હતી. 10 નવેમ્બર 2016ના રોજ રૂ. 92.80 કરોડ, 11 નવેમ્બર 2016ના રોજ રૂ. 10 કરોડ અને 12 નવેમ્બર 2016ના રોજ 7.19 કરોડ રૂપિયા આમ કુલ 109.99 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતાં, તેની સામે જવેલર્સ દ્વારા વર્ષ 2016 – 17 દરમિયાન માત્ર 84 લાખનો ઇન્કમટેક્સ ભર્યો હતો, આવું કેવી રીતે બન્યું એક તપાસનો વિષય છે, શર્માનો આક્ષેપ છે કે જવેલર્સ સાથે એનસીપીના એક મોટા ગજાના નેતાનું કનેકશન જોડાયું છે, સાથે કેટલાક ભ્રષ્ટાચારી આવકવેરા અધિકારીઓ, ચાર્ટડ એકાઉટન્ટ અને ઉદ્યોગકારોની મિલીભગત છે, પોતાના ટ્વીટ થકી સીબીઆઈ કે ઇડી પાસે તપાસ કરાવવાની માંગણી પણ કરી છે.

(1:10 am IST)