ગુજરાત
News of Tuesday, 22nd October 2019

દીવાળી સમયે નવી ચલણી નોટોની માંગ વધી :મોટાપાયે નોટોના થતા કાળા બજાર

કેટલાક દલાલો આસ-પાસની વસ્તીની મહિલાઓને લાઇનમા ઉભી રાખતા હોવાનું બૂમ

 

અમદાવાદ : દિવાળીના તહેવારોમાં નવી ચલણી નોટો ની માંગ વધી જતી હોય છે. નવી કડકડતી નોટો લેવા માટે લોકોની લાઇન લાગે છે..નવી નોટોની ભારે માંગ રહેતી હોવાથી તેના કાળા બજાર થઇ રહ્યા છે

  અંગે મળતી વિગત મુજબ . અમદાવાદમા ઇનકમટેક્સ પાસે આવેલી રીઝર્વ બેન્ક પાસે મોટા પાયે નોટોના કાળા બજાર થઇ રહ્યા છે. કેટલાક દલાલો આસ-પાસની વસ્તીની મહિલાઓને લાઇનમા ઉભી રાખી નવી નોટો મંગાવે છે. 2000 રૂપિયાની નોટો મંગાવી તેને બદલે લાઇનમા ઉભા રહેવા બદલ મહિલાઓને 2000 દીઠ 70 થી 80 રુપિયા આપવામાં આવે છે. દલાલ તે નોટોનુ બંડલ 2300 રુપિયામાં વેચે છે. આમ 200 રુપિયાની કમાણી કરી લે છે.

(11:40 pm IST)