ગુજરાત
News of Tuesday, 22nd October 2019

નેત્રંગ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ : ઠેર-ઠેર પાણી ભરાયા : ઉભા પાકને મોટું નુકશાન

કપાસના જીંડવા કોહવાઇ ગયા,અને સોયાબીનના પાકને તાડપત્રીથી ઢાંકવા ખેડૂતો મજબુર

 

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં વરસાદી છાંટા થતાં હતા,પરંતુ  આજે બપોરે મેઘરાજાએ અચાનક તોફાની બેટિંગ કરતા ચોતરફ  જળબંબાકારની સ્થિતિ ઉદભવતા રોડ-રસ્તા સહિત ખેતીવાડીમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા,

  ધોધમાર વરસાદને કારણે કપાસના છોડ ઉપર બેઠેલી ભમરી ખરી પડી હતી, કપાસના છોડ ઉપર આવે જીંડવા કોહવાઇ ગયા, જ્યારે ખેતરમાં ઉભા સોયાબીનના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું, અને હાડૅવેસ્ટરથી કાઢવામાં આવેલા સોયાબીનને ખેડુતો તાડપત્રીથી ધાકવા મજબુર બન્યા હતા

   મોસમ વિભાગ ધ્વારા આગામી સમયમાં પણ વરસાદી ઝાપતા થશે તેવી આગાહી કરવામાં આવતા ખેડુતો ચિંતિત બન્યા છે બીજી તરફ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે,અને નેત્રંગમાં દર મંગળવારે હાટબજાર ભરાઇ છે, પરંતુ દિવાળીના પહેલા ભરાયેલા હાટબજારમાં ગ્રાહકી નહીં દેખાતા વેપારીઓ ચિંતિત બની ગયા હતા,એક વેપારીના જણાવ્યા મુજબ સોયાબીનના પાકનું હજુ વેચાણ થયું નથી,અને બજારમાં ભયંકર મંદી જણાતા ગ્રાહકી દેખાવી અશક્ય છે,.

 

(11:05 pm IST)