ગુજરાત
News of Tuesday, 22nd October 2019

ડાંગ જિલ્લાનાં સાપુતારા ,વઘઇ સહિત સુબીર પંથકમાં બપોર બાદ છૂટો છવાયો વરસાદ

કપાયેલ ડાંગરનાં પાકો તથા ઉભા પાકોને જંગી નુકસાન

ડાંગ : રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ, સુબીર સહિત પંથકનાં ગામડાઓમાં મંગળવારે બપોર બાદ મધ્યમ સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીનાં નીર ફરી વળ્યા હતા. વઘઇ અને સુબીર પંથકમાં પડેલ વરસાદનાં પગલે ડાંગી ખેડૂતોનાં કપાયેલ ડાંગરનાં પાકો તથા ઉભા પાકોને જંગી નુકસાન થયુ હતુ,

  ડાંગ જિલ્લાનાં વહીવટીમથક આહવામાં પણ છૂટો છવાયો વરસાદ પડયો હતો.જ્યારે બોરખલ પંથકમાં મધ્યમ વરસાદ પડયો હતો.ગિરિમથક સાપુતારા સહીતનાં ગામડાઓમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી.

(9:55 pm IST)