ગુજરાત
News of Tuesday, 22nd October 2019

ખાંભામાં વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી : મગફળીના પાથરા પલળી ગયા : સ્ટોલવાળાને ફટાકડા હવાઈ જવાનો ભય :દોડાદોડી

ખાંભાના ખેડૂતો ની દિવાળી વરસાદે બગાડી છે આજે  સવાર થી જ વાતાવરણ માં પલટો વાદળછાયું વાતાવરણ.રહ્યું હતું  સવાર થી ઝરમર વરસાદ વરસી રહયો હતો આખરે મેઘરાજા અષાઢી માહોલ જેમ વરસી રહ્યો છે.વરસતા વરસાદને કારણે  ખેડૂતો એ મગફળીના પાથરા કર્યો છે તે પલળી ગયા હતા સતત અડધી કલાકથી વરસાદ વરસતા.ફટાકડા ના સ્ટોલ ધારકોમાં દોડાદોડી થઇ પડી હતી. દિવાળીને માત્ર ગણતરી દિવસો બાકી છે  ત્યારે ફટાકડા ના સ્ટોલ નાખનારા વેપારીઓ ની વરસાદે દિવાળી બગાડી. છે વરસાદી માહોલ ના કારણે ફટાકડા હવાઈ જવાની વેપારીઓ ને ભય ફેલાયો છે

(7:33 pm IST)