મોડાસા: શામળાજી ચેક પોસ્ટ નજીકથી ટ્રકમાં પશુ આહારની આડમાં લઇ જવાતો 5 લાખ 76 હજારનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો: 2ની ધરપકડ
મોડાસા:નેશનલ હાઈવે માર્ગની શામળાજી ચેક પોસ્ટેથી પસાર થતી ટ્રકમાં પશુ આહારની આડમાં રાજયમાં ઘુસાડાતા રૃ.૫,૭૬,૦૦૦ ની કિંમતના વિદેશી દારૃના ગેરકાયદેસર જથ્થા સાથે બે શખ્શોને ઝડપી લેવાયા હતા.શામળાજી પોલીસે આ હેરાફેરીમાં આડશમાં વપરાયેલ પશુ આહાર (ડીઓસી)ના ૩૧૦ કટ્ટા અને વિદેશી દારૃની ૧૪૪૦ બોટલો મળી કુલ રૃપિયા ૧૮,૦૭,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ૩ આરોપીઓ વિરૃધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજસ્થાન તરફથી આવી રહેલ ટાટા ટ્રક નં.એચ.આર.૭૪-૫૨૩૧ ને અટકાવી ચેકીંગ હાથ ધરાયું હતું.પોલીસના આ ચેકીંગ દરમ્યાન આ ટ્રકમાં પશુ આહાર ના ૩૧૦ કટ્ટાઓની આડમાં છુપાવી રાજયમાં ઘુસાડવામાં આવી રહેલ વિદેશી દારૃની ૧૨૦ પેટી કિં.રૃ.૫,૭૬,૦૦૦ ની કિંમતનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પડાયો હતો.પ્રતિબંધીત વિસ્તારમાં વિદેશી દારૃ ની આ હેરાફેરીમાં સંડોવાયેલા આરોપી ગુરૃસેવકસિંગ આત્માસિંગ મજહવી(શીખ)(રહે.ધપાઈ,તા.જૈતુ,જિ.ફરીદકોટ,પંજાબ) અને હરદીપ સિંગ ગુરૃચરણસિંગ મજહવી(રહે.જિદા,તા.જિદા,તા.ગોનીઆના,મંડી,જિ.ભટીન્ડા(પંજાબ)નાઓ ને ઝડપી હવાલાતે કરી દેવાયા હતા.જયારે આ દારૃનો જથ્થો ભરી આપનાર મદદગાર આરોપી સહિત ત્રણેય આરોપીઓ વિરૃધ્ધ ગુનો નોંધી કુલ રૂ.૧૮ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પડાયો હતો.