ગુજરાત
News of Tuesday, 22nd October 2019

મોડાસા રૂરલ પોલીસે બાતમીના આધારે વાહન ચેકીંગ હાથ ધરી ગ્વાલિયરના બે શખ્સોને બે પિસ્તોલ અને 6 કારતુસ સાથે રાજેન્દ્રનગર ચોકડીએથી ઝડપ્યા

મોડાસા: રૃરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી. દ્વારા ગત રવિવારના રોજ નેશનલ હાઈવે માર્ગની રાજેન્દ્રનગર ચોકડી ઉપર વાહન ચેકીંગ હાથ ધરાયું હતું. ચેકીંગ દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ લાલસિંહ ને ચોક્કસ સૂત્રોના આધારે બે ઈસમો હથીયાર લઈ માર્ગે પસાર થવાના હોવાની બાતમી મળી હતી.બાતમીની ગંભીરતા લઈ રૃરલ પોસઈ કે.એમ.વાઘેલા ને જાણ કરાતાં અધિકારી પોલીસ ટીમ લઈ રાજેન્દ્રનગર ચોકડી આવી પહોંચ્યા હતા.દરમ્યાન માર્ગ ઉપર થી બાતમી મુજબ પસાર થતી બજાજ પલ્સર એનએસ.૨૦૦ મોટર સાઈકલ નં.એમ.પી.૦૭-એનડી-૮૪૦૯ ને અટકાવી ચેકીંગ હાથ ધરાયું હતું.પોલીસના કડક ચેકીંગ દરમ્યાન બાઈક ઉપર બિરેનસીંગ દેવલાલ સુખવાસી અને રવીકુમાર ૫ીરભુકુમાર જાટવ (લહેરી)બંને રહેવાસી ગ્વાલીયર(મધ્યપ્રદેશ) ના પાસેથી દેશી બનાવટ ની બે પિસ્તોલ સાથે જીવતા કારતૂસ મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. બંને શકમંદ આરોપીઓ ને રૃરલ પોલીસે દબોચી લઈ હવાલાતે કરી દીધા હતા.જયારે ગ્વાલીયર થી હથીયારો સાથે અમદાવાદ જઈ રહેલ બંને આરોપીઓ નો ઈરાદા જાણવા અને કયા મોટા ગુનાને અંજામ આપવા આરોપીઓ ગેરકાયદેસર રીતે હથીયારો લઈ રાજયમાં ઘુસ્યા હતા.તેવી વિગતો મેળવવા આરોપીઓને કોર્ટમાં રજુ કરી પોલીસ દ્વારા રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ હતી.નામદાર કોર્ટે આરોપીઓના દિવસના રીમાન્ડ મંજૂર કરાતાં પોલીસે કબ્જો મેળવી સઘન પુછપરછ હાથ ધરી હતી

(5:52 pm IST)