ગુજરાત
News of Tuesday, 22nd October 2019

મહેસાણા પોલીસે ફતેપુરા બાયપાસ સર્કલ નજીક વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી: દૂધના ટેન્કરમાં સંતાડીને લઇ જવાતો 15.31 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

મહેસાણા: પોલીસ અધિક્ષક મનિષસિંહે જિલ્લામાંથી પ્રોહીબીશનની પ્રવૃતિઓ ઉપર અંકુશ કરવા સુચના આપી હતી. તે અન્વયે એલસીબી પીઆઇ એસ.એસ.નીનામા સહિતનો પોલીસ સ્ટાફ મહેસાણા શહેરના ફતેપુરા બાયપાસ સર્કલ નજીક વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા. તે વખતે પીએસઆઇ આર.જી.ચૌધરીને બાતમી મળેલ કે પાલનપુર તરફથી દુધના ટેન્કરમાં ભારતીય બનાવટનો દારૃ ભરીને મહેસાણા આવી રહ્યો હતો. તેના આધારે પોલીસની ટીમે વોર્ચ ગોઠવતાં તે દરમિયાન બાયપાસ રોડ તરફ શંકાસ્પદ હાલતમાં આવી રહેલ એક દુધના ટેન્કરને કોર્ડન કરીને થોભાવ્યો હતો. ટેન્કરમાં તપાસ કરતાં તેમાંથી રૃ.1531200ની કિમતનો વદેશી દારૃની 360 પેટીઓમાં 8952 બોટલો મળી આવી હતી. પોલીસે ટેન્કર ચાલક જાટ દેરાજરામ ધનારામ રહે.પનોની ઘાટ રાવલો કી ધાણી,જી. બાટમેર અને જાટ દેવારામ પદમારામ રહે. જોગેશ્વર જી.બાટમેરની ધરપકડ કરી હતી. મહેસાણા તાલુકા પોલીસ મથકે બંને આરોપીઓ વિરૃદ્ધ ગુનો નોંધી ટેન્કરવિદેશી દારૃરોકડ સહિત કુલ રૃ.3044100ની મત્તા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:49 pm IST)