ગુજરાત
News of Tuesday, 22nd October 2019

ઇ-વે બિલ વિના માલ પકડાશે તો વાહન જપ્ત થશે

અમદાવાદ તા ૨૨  : ગુડઝ એન્ડ સર્વિસ ટેકસમાં અધિકારીઓ દ્વારા ઇ-વે બીલ વિના પકડવામાં આવતા માલસામાનની સાથે વાહન પણ જપ્ત કરવામાં આવશે. જે ગાડીમાં ઇ-વે બિલ વિનાનો સામાન હોય છે, તે વેપારી પાસેથી જયાં સુધી દંડની રકમ વસુલવામાં ન આવે ત્યાં સુધી વાહન પણ સામાન સાથે વિભાગ પાસે રહેતા ટેમ્પો કે વાહન ચાલક એટલા દિવસ બેરોજગાર બની રહે છે. જેના કારણે વેપારીઓ સહિત ટ્રાન્સપોર્ટરો અકળાયા છે. ટુંક સમયમાં તેઓ વિભાગને વાહન જપ્ત નહીં કરવા માટે રજુઆત કરશે.

ઇ- વે બિલ વિનાની ગાડી પકડવામાં આવે તો પહેલાં ભરપાઇ કરવાના જીએસટી અને દંડ વસુલાત કરીને સામાન છોડી દેવામાં આવતો હતો. આ કાર્યવાહી કલમ ૧૨૯ મુજબ કરવામાં આવતી હતી, પરંતુ હવે દિવાળીના તહેવારો દરમિયાન જ આ મુજબની કાર્યવાહી જીએસટી વિભાગે કલમ ૧૩૦ મુજબ કરવાનું શરૂ કર્યુ છે. જેમાં સામાનની કિંમતથી ૧૨૫ ગણો દંડ વસુલવામાં આવે છે. જેના કારણે વેપારીઓમાં જ કચવાટ શરૂ થયો છે.

કરદાતા પાસેથી બોન્ડ લઇને મુકત કરવાનો ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ આપ્યો છે. તેથી ઇ- વે બિલ વિના GST અધિકારીઓ માલ ૫કડાશે તો બોન્ડ મારફતે બાંયધરી આપીને છોડાવી શકાશે. તાજેતરમાં એક કંપની દ્વારા મોકલાયેલા માલસામાન માટે પાર્ટ-બી ઇ-વે બીલ જનરેટ ન કરવા બદલ સુત્તાવાળાઓએ તે માલ ડીટેઇન કર્યો હતો. અરજદારે હાઇકોટર્યમાં પિટીશન કરતાહાઇકોર્ટે, બોન્ડ સ્વરૂપે બાયધરી લઇ માલ પરત આપવા હુકમ કર્યો હતો.

(3:55 pm IST)