ગુજરાત
News of Tuesday, 22nd October 2019

ડીસાના બોડાલ ગામે અજગરને ક્રૂરતાપૂર્વક જીવતો સળગાવનાર બોડાલના ચારેય આરોપી ઝડપાયા

બોડાલ ગામની સીમમાં છૂપાયાંની બાતમી મળતા પોલીસે દબોચી લીધા

ડીસા : ડીસા તાલુકાના બોડાલ ગામે અજગરને જીવતો આગમાં હોમી ક્રુરતા પૂર્વક મારી નાખવાની ઘટનાને લઈ સમગ્ર પંથક માં ચકચાર મચી હતી આ કૃત્ય આચરી આ શખશો ફરાર થયા હતા જેને ઝડપી પાડવા ફોરેસ્ટ વિભાગ દ્વારા પોલીસની મદદ લેવાઈ હતી ચારેય હત્યારા બોડાલ ગામની સિમમાં છુપાયેલા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસ દ્વારા છાપો મારવામાં આવતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

   આ અંગેની વિગત મુજબ બોડાલ ગામે મધરાત્રે જીવતા અજગરને આગમાં હોમી મોત નિપજાવી તેનો વિકૃત આનંદ લેતા વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થતા જતા ફોરેસ્ટ વિભાગ પણ ચોકી ગયું હતું અને આ આરોપીને પકડવા તપાસ હાથ ધરી ભીલડી પોલીસની પણ મદદ લીધી અને તપાસ દરમિયાન આ કાંડ કરનાર તમામ આરોપીઓ શોધી કાઢવા ઉપરાંત મૃત અજગરને શોધવા વનવિભાગના ૨૫ કર્મચારીઓમાં ૩ ઇર્હ્લં, ૧૨ ફોરેસ્ટર અને ૧૦ બીટ ગાર્ડ સહિતનો કાફલો ગામમાં ઉતારવામાં આવ્યો છે.તેમ છતાં સફળતા ન મળતા આખરફોરેસ્ટ વિભાગ દ્વારા ભીલડી પોલીસની મદદ લેવામાં આવી હતી.પોલીસની બે ટિમો બનાવી હતી અને માહિતી મળી હતી કે આ આરોપીઓ બોડાલ ગામની સીમમાં છુપાયા હોવાની હકીકત આધારે સોમવારે પોલીસે છાપો મારતા બોડાલ ગામના ઠાકોર શ્રવનજી ખેમાજી,ઠાકોર પ્રભાતજી શંભુજી, ઠાકોર પુનાજી હાલુંજી,ઠાકોર હકાજી ચચાજી પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

(1:29 pm IST)