ગુજરાત
News of Tuesday, 22nd October 2019

સાણંદના મોડાસર ગામે આંગણવાડીમાં દૂધ પીધા બાદ 11 બાળકોની તબિયત લથડી : ઝાડા-ઉલ્ટી

આઠ બાળકોને સાણંદ દવાખાને અને ત્રણને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

સાણંદ તાલુકાના મોડાસર ગામે આંગણવાડીમાં બાળકોએ દૂધ પીધા પછી 11 બાળકોની તબિયત લથડી છે. આંગણવાડીમાં દૂધ પીધા પછી બાળકો ઘરે ગયા હતા અને ત્યાં તેઓને ઝાડા ઉલટી થતા મોડાસર ગામના દવાખાને સારવાર અપાઈ હતી. જે બાદ સાણંદ ખસેડવાની ફરજ પડી છે. 11 બાળકોમાંથી આઠ બાળકોને સાણંદ સિવિલ હોસ્પિટલ જ્યારે ત્રણ બાળકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

 આ અંગે મળતી વિગત મુજબ મોડાસર ગામે આવેલા બાપા સીતારામ મઢલીથી આંગણવાડીમાં દાનમાં દુધ આપવામાં આવ્યુ હતું. જે પીધા બાદ બાળકોની તબિયત લથડતા આરોગ્યની ટીમે પણ તપાસ શરૂ કરી છે.

(12:25 pm IST)