ગુજરાત
News of Tuesday, 22nd October 2019

વલસાડના પારડીની બે કંપનીમાં ભીષણ આગ ભભૂકી: પાંચ ફાયર ફાયટરો પહોંચ્યા

પારડી પોલીસ અને મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો

વલસાડના પારડીની બે કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ડી-ટેક એલુકોન નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગની સાથે કંપનીમાં રાખેલા ગેસના સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો. કંપનીનો મોટો ભાગ આગની ઝપેટમાં આવી ગયો હતો. કંપની એલ્યુમિનિયમનો સામાન બનાવે છે. 5 ફાયર ફાયટરોની મદદથી આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પારડી પોલીસ અને મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

(11:00 pm IST)