ગુજરાત
News of Tuesday, 22nd October 2019

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં થયો વધારો : સૌથી વધુ ડેન્ગ્યુના કેસ : હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

તંત્ર દ્વારા અનેક વિસ્તારોમાં ફોગીંગની કામગીરી : ઠેર ઠેર ચેકીંગ

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે વિવિધ પ્રયાસ કરવા છતા તંત્ર રોગચાળાને અટકાવી શકાયો નથી. ડેન્ગ્યુને કારણે ચાલુ મહિને બે લોકોના મોત થયા છે.કોર્પોરેટરો દ્વારા ફોંગીગની કાર્યવાહી કરાવી ફોટા પડાવ્યા પણ રોગચાળો જેમનો તેમ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમા મોટી સંખ્યા દર્દીઓ જોવા મળ્યા હતા. અમદાવાદ મ્યુનિ દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ ચાલુ મહીને ડેન્ગ્યુ 546, ટાઈફોઇડ 371, મેલેરિયા- 294, ઝાડા ઉલ્ટીના 230, કમળાના 200, ઝેરી મેલેરિયાના 24, ચીકનગુનિયા-2, તેમજ કેસ નોંધાયા છે.

કોર્પોરેશન દ્વારા વિવિધ કામગીરી પણ કરવામાં આવી. જેમાં છેલ્લા એક માસમાં વોલેન્ટિયર દ્વારા 36 લાખ 4 હજાર 364 જેટલા બ્રિડિંગ કન્ટેનરનો નાસ કરવામાં આવ્યો છે. જ્યારે 35 હજારથી વધુ ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર વર્ષ દરમિયાન 9 હજાર 274 એજ્યુકેશનલ પ્રિમાઇસીસ ચેક કરવામાં આવ્યા. જેમાં 10 સ્કૂલોને મચ્છરના બ્રિડિંગને લઈને સીલ કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા 19 તારીખ સુધીમાં 23 લાખ વહીવટી ચાર્જ પણ વસુલ્યો હતો.

(9:55 pm IST)