ગુજરાત
News of Tuesday, 22nd October 2019

વડોદરાની મકરપુરા જીઆઇડીસીમા કંપનીમાં બ્લાસ્ટ થતા આગ ભભૂકી : છથી વધુ લોકો દાઝ્યા: અફરાતફરી

બાયો ઓઇલ બનાવવાની પ્રોસેસ વેળાએ બ્લાસ્ટ : ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી

વડોદરાની મકરપુરા જીઆઇડીસીમા આવેલી કંપનીમા આગ લાગી હતી. 336 નંબરના પ્લોટમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આગમા છ કરતા વધુ લોકો દાઝ્યા હતા. ઇજાગ્રસ્તનો આંકડો વધવાની શક્યતા છે. બાયો ઓઇલ બનાવવાની પ્રોસેસ દરમિયાન ઘટના બની હતી

  . ઘટનાને પગલે અફરા તફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરી હતી.

(9:13 pm IST)