ગુજરાત
News of Monday, 22nd October 2018

ધારાસભ્યં વિરજી ઠુમ્મરનો મહિલા PSI વચ્ચે ઝપાઝપીનો મામલો મહિલા આયોગ પહોંચ્યો

ફરિયાદીએ નિવેદન લખાવ્યું : વીરજી ઠુંમરનો સંપર્ક થતો નથી

 

ગાંધીનગર :તાજેતરમાં વિધાનસભામાં પ્રવેશવા મુદ્દે કૉંગેસ પક્ષના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે મહિલા પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી હતી. મહિલા પોલીસે મામલે રાજયના મહિલા આયોગને  ફરીયાદ કરી હતી. જેથી મહિલા આયોગ મુદ્દે તપાસ ગાંધીનગર પોલીસે સોંપીને રિપોર્ટ જમા કરાવવાનું કહ્યું હતું. જેના પગલે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાએ સમગ્ર તપાસ ગાંધીનગરના એસસી-એસટી સેલના અધિકારીને સોંપી હતી.

   તપાસ અર્થે બંને પક્ષોનું નિવેદન લેવાનું શરૂ કર્યું છે. જેમાં ફરિયાદી મહિલા પોલીસકર્મીએ ગાંધીનગર તપાસ સેલમાં પોતાનું નિવેદન લખાવ્યું છે પણ હજુ સુધી વિરજી ઠુમમર પોતાનું નિવેદન લખાવ્યું નથી. તપાસ કરતા પોલીસ અધિકારીનું કહેવું છે કે કૉંગેસ પક્ષના ધારાસભ્યને ફોન કર્યા હતા પણ તેમને ફોન ઉપાડ્યો નથી. જેથી તેમનો સંપર્ક થશે. ત્યારબાદ તેમનું નિવેદન લેવામાં આવશે.

(9:50 pm IST)