ગુજરાત
News of Monday, 22nd October 2018

મુળ બનાસકાંઠાના વાવ ગામના કાપડના બિઝનેશમેન ભરતભાઇ વોરાના પુત્ર અને પુત્રી દિક્ષા લઇને ભક્તિના માર્ગે ચાલશેઃ ડિસેમ્બર મહિનામાં સુરતમાં દિક્ષા સમારોહ

સુરતઃ કાપડના વેપારીના બે સંતાનો દીકરો અને દીકરીએ લક્ઝુરિયસ લાઈફ છોડીને ભક્તિના માર્ગે ચાલવાનું પસંદ કર્યું છે. મુમુક્ષુઓની દીક્ષા સમારોહ 9 ડિસેમ્બરે અડાજણ સ્થિત રિવરફ્રન્ટ પર યોજાશે. જ્યારે 7 ડિસેમ્બરે ભવ્ય શોભાયાત્રા નીકળશે.

ભરતભાઈ સુરતમાં કાપડનો બિઝનેસ કરે છે

મૂળ બનાસકાંઠા વાવ ગામના વતની ભરતભાઈ વોરા સુરતમાં કાપડનો બિઝનેસ કરે છે. તેમના સંતાનો આયૂષી (22) અને યશ (20)સંસારની મોહમાયા ત્યાગીને સંયમ માર્ગે ચાલવાનો નિર્ણય કર્યો છે. દીક્ષાના નિર્ણય અંગે યશે કહ્યું કે પૈસા, ગાડી , સુખ-સુવિધા કોઈ પણ વસ્તુ અંતિમ સમયે સાથે આવતી નથી. આપણા કર્મો આગળનો ભવ નક્કી કરે છે.

પિતાએ દીકરાને મોંઘી કારની લાલચ આપી

દીક્ષા ગ્રહણ કરી સંસારનો ત્યાગ કરવાના યશના નિર્ણયથી પિતા ભરતભાઈ ખુશ હતા. યશને મોંધી કાર અને બાઈક્સનો ભારે શોખ હતો. ભરતભાઈએ પહેલા યશને બાઈક ખરીદીને આપી. ત્યાર બાદ મોંઘીદાટ કાર જેવી કે જગુઆર, ઓડી, મર્સીડીઝ તેમ મોંઘા ફોનની લાલચ આપી સંસારનો ત્યાગ કરવા માટે કહ્યું, પરંતુ યશ માન્યો નહીં અને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. ભરતભાઈ ઇચ્છતા હતા કે તેમનો પુત્ર યશ તેમનો કારોબાર સંભાળે અને આગળ વધારે.

બંને ભાઈ-બહેનો અભ્યાસમાં પણ હોશિયાર હતા.

આયુષીએ ધોરણ 12માં 75 ટકા પ્રાપ્ત કર્યા હતા. ત્યાર બાદ તેણે આચાર્યના સાનિધ્યમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ સ્થળો પર ચાર વર્ષ સુધી વિહાર કર્યો જ્યારે યશ ધોરણ12ના અભ્યાસ બાદ બે વર્ષ સુધી વિહાર કર્યા બાદ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો.

(5:54 pm IST)