ગુજરાત
News of Monday, 22nd October 2018

મોડાસા-ગડાઘર હાઇવે પર ટ્રક ચાલકને આંતરી લૂંટારૃઓએ લૂંટ ચલાવતા ફરિયાદ

મોડાસા:મોડાસા-ગડાધર માર્ગના બાામણવાડા નજીકથી પસાર થઈ રહેલા પરપ્રાંતીય ટ્રકનેઅટકાવી ટ્રકમાં ઘૂસી આવેલા બે લૂંટારૃઓ એ તમંચો બતાવી ચાલકને લૂંટી લેતાં જ વાહન ચાલકો સહિત ટ્રાન્સપોર્ટરોમાં ફફડાટ ફેલાયો છે.જયારે આ ચકચારી ઘટનામાં મોડાસાના જ બે લૂંટારૃઓ વિરૃધ્ધ રૃરલ પોલસે લૂંટ સહિત આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી આરોપી ઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ગત શનીવારની રાત્રી દરમ્યાન ટ્રકનો ચાલક પોતાના કબ્જાની ટ્રકને ગડાધરના માર્ગે હંકરી રહયો હતોે.દરમ્યાન બામણવાડા સ્ટેન્ડ નજીક માર્ગ ઉપર ઉભા કરાયેલ અવરોધને લઈ આ ચાલક ટ્રકને ધીમી પડતાં જ બે શખ્શો ટ્રકની કેબીનમાં ચડી આવ્યા હતા.

આ શખ્શોએ ટ્રક ચાલક મહંમદ રાસીદઅલી ચૌધરી ને તમંચો બતાવી પોતાની પાસે જે રોકડ સહિત કિંમતી ચીજ વસ્તુ હોય તે આપી દેવા જણાવ્યું હતું.એકાએક બનેલી આ ઘટના થી હેબતાઈ ગયેલા અને તમંચાથી ગંભરાઈ ગયેલ ટ્રક ચાલક કંઈ સમજે તે પૂર્વે જ આ લૂંટારૃઓએ ચાલકને તમાચો મારી તેની પાસેની રોકડ રૃ.૪૪૭૦ ની લૂંટ ચલાવી ભાગી છુટયા હતા.

(5:47 pm IST)