લંડનથી ભારત આવેલ મહિલાનું બોગસ એકાઉન્ટ બનાવી બીભત્સ ફોટા મોકલનાર શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કરી
અમદાવાદ:લંડનથી ભારત ફરવા આવેલી એક મહિલાનું બનાવટી ફેસબુક એકાઊન્ટ બનાવી સંબંધીઓ અને મિત્રોને બિભત્સ ફોટા મોકલનારા શખ્સની સાયબર ક્રાઈમે રાજકોટથી ધરપકડ કરી છે.
રાજકોટથી ઝડપાયેલો આરોપી મહિલાનો સંબંધી થાય છે ઃ સાયબર ક્રાઈમ સેલએ વધુ તપાસ હાથ ધરી
આ બનાવની વિગત મુજબ લંડનથી ભારત ફરવા આવેલી એક મહિલાનું કોઈ શખ્સે બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. આ અંગે ફરિયાદ નોંધાવનારે તેમની માસીને આ અંગે પુછતા તેમણે આ એકાઉન્ટ પોતાનું ન હોવાનું કહ્યું હતું. જોકે એકાઉન્ટ ડિલીટ કરાવીને તે લંડન પરત જતા રહ્યા હતા.
બાદમાં ૩૦ ઓગષ્ટના રોજ મહિલાએ લંડનથી જણાવ્યું હતું કે કોઈ અજાણી વ્યક્તિએ તેમના નામના ફેસબુક એકાઉન્ટમાં બે ફેક એકાઉન્ટ બનાવ્યા છે અને આ એકાઉન્ટમાં તેમના તથા તેમના ફેમીલાના ફોટા મુક્યા છે. ઉપરાંત બનાવટી એકાઉન્ટ બનાવનાર સંબંધીઓ અને મિત્રોને બિભત્સ વિડીયો મોકલીને બિભત્સ ચેટિંગ કરે છે.