ગુજરાત
News of Monday, 22nd October 2018

આંકલાવ પોલીસે કહાનવાડીમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 5ની ધરપકડ કરી

આંકલાવ: પોલીસ ગઈકાલે રાત્રીના સુમારે નાઈટ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે માહિતી મળી હતી કે, કહાનવાડી ગામના રામદેવપીરના મંદિર નજીક કેટલાક શખ્સો એકત્ર થઈને પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે છાપો મારતાં પાંચ શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા. 
જેમના નામઠામ પુછતાં તેઓ ચંદુભાઈ ભગવાનભાઈ પઢિયાર, સંજયભાઈ શનાભાઈ પઢિયાર, મુકેશભાઈ જીજ્ઞેશભાઈ પઢિયાર, હિતેશભાઈ પુનમભાઈ પઢિયાર તથા ગોવિંદભાઈ સામંતસિંહ પઢિયાર હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસને અંગજડતીમાંથી રોકડા ૫૭૮૦ તથા દાવ પરથી ૧૩૬૦ મળીને કુલ ૭૧૪૦ની રોકડ રકમ મળી આવતાં તે જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 

 

(5:44 pm IST)