ગુજરાત
News of Monday, 22nd October 2018

તહેવારો દરમિયાન એસ.ટી. વિભાગ દ્વારા જીપીએસ લોકેશન આધારીત હાજરીની ચકાસણી કરાશે

રાજકોટ, તા. રર :  ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસ.ટી. વિભાગમાં જીપીએસ સિસટમ આધારિત હાજરીની ચકાસણી કરવામાં આવનાર છે.

પરિપત્રમાં જણાવ્યું છે કે દિવાળી તહેવાર તા. ૭-૧૧-ર૦૧૮ના રોજ આવી રહેલ છે. જેના સંદર્ભે સમગ્ર રાજયમાં બહોળા પ્રમાણમાં મુસાફર જનતા દ્વારા નિગમની પરિવહન સેવાનો ઉપયોગ આગામી આવનાર સમયમાં કરવામાં આવનાર છે. જે ધ્યાનમાં લઇ મધ્યસ્થ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા મોનીટરીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

જે અન્વયે વિભગાના તમામ અધિકારીઓની જીપીએસ લોકેશન આધારિત હાજરીની ચકાસણી કરવામાં આવનાર છે. જેથી વિભાગીય નિયામક, વિભાગીય પરિવાહન અધિકારી, વિભાગીય યાંત્રિક ઇજનેર તેમજ તમામ ડેપો મેનેજરશ્રીએ જીપીએસ લોકેશન સવારે ૯ કલાકે તેમજ સાંજે ૧૯ કલાકે સીસીસી વ્હોટલ એપ નંબર ૭રર૬૯૯૦૪ર૪ ઉપર ફરજીયાત મોકલવાના રહેશે. આ બાબતે સીસીસી ટીમ દ્વારા સીધુ મોનીટરીંગ થનાર હોઇ અચુક અંગત તકેદારી રાખી કામગીરી કરવાની રહેશે. તેમજ તે બાબતે સંબંધિત અધિકારીઓને જાણ કરી તેની પહોંચ અત્રે પાઠવવાની રહેશે.

(3:59 pm IST)