ગુજરાત
News of Monday, 22nd October 2018

સુરતના નાનપુરા કાદરશાહમાં હિટ એન્ડ રન:કારચાલકે 5થી વધુ લોકોને અડફેટે લીધા :4 લોકોને ગંભીર ઇજા

સુરતના નાનપુરા કાદરશાહ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી.ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હિટ એન્ડ રનની આ ઘટનામાં પૂરપાટ ઝડપે આવેલી કારે કુલ 5થી વધુ લોકોને અડફેટે લઇ લીધા હતા. આ ઘટનામાં કુલ 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા

 . આ સમગ્ર ઘટનામાં હિટ એન્ડ રન કરનાર શખ્સને પડવા જતા સમયે કાર ચાલકે કુલ 4 લોકોને ટક્કર મારી હતી. ત્યારે આ ઘટનામાં પોલીસે કાર ચાલકને પકડવાની કવાયત હાથ ધરી છે.

(2:52 pm IST)