ગુજરાત
News of Monday, 22nd October 2018

સુરતના લીબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ : 20 જેટલા લુખ્ખાઓએ સોસાયટીમાં ધુસી આતંક મચાવ્યો

લોકોને લાકડા અને ફટકાથી માર્યો માર :ડીસીબી સહિતના અધિકારીઓ દોડ્યા

સુરતના લીંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં ઘુસી સ્થાનિક લોકોને માર મરાયો છે. લાકડા અને ફટકા લઈ આવેલા આશરે 20 જેટલા અસામાજિક તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો છે

  સ્થાનિક સોસાયટીમાં બેઠેલા લોકો પર આ હિચકારાની ઘટના બની છે. આ ઘટના બાદ લીંબાયત પોલીસ, ડીસીબી, સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે. પહોંચ્યા હતા. ગુંડાઓના આતંકને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો

(2:08 pm IST)