ગુજરાત
News of Monday, 22nd October 2018

બનાસ નદીના પુલ પાસે ડીસા પાલિકાના કોર્પોરેટરની નેનો કારમાં અચાનક આગ ભભૂકી

એન્જીનમાંથી ધુમાડો નીકળતા નગરસેવક જીતુ રાણાનો પરિવાર કારમાંથી નીચે ઉતરી ગયો

ડીસાની બનાસ નદીના પુલ પાસે નેનો કારમાં અચાનક આગ લાગી ગઇ હતી. આ કારમાં ડીસા પાલિકાના કોર્પોરેટર જીતુ રાણાનો પરિવાર જઇ રહ્યો હતો.ત્યારે એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળતા પરિવાર નીચે ઉતરી ગયો હતો.ઘટના બનતાની સાથે જ ફાયર ફાઇટર્સે ઘટના સ્થળે પહોંચીને આગને બુઝાવી હતી

(1:55 pm IST)