ગુજરાત
News of Monday, 22nd October 2018

ખેલમહાકુંભમાં અધધ... ૪૦ કરોડના રોકડ પુરસ્કારો

અલગ- અલગ વયજુથમાં ૩૪ લાખથી વધુ ખેલાડીઓઃ ૧૮૯ લાખથી વધુના પુરસ્કારો અપાયાઃ પાંચ લાખ ખેલાડીઓ ભાગ લઈ શકયા નથી

અમદાવાદ,તા.૨૨: ગુજરાત સરકાર દ્વારા શરૂ થયેલા ખેલ મહાકુંભમાં અલગ અલગ સાત વયજૂથની કુલ ૩૪ રમતો છે. જેમાં અત્યાર સુધીમાં ૩૪ લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. હાલમાં રાજયકક્ષાની રમતો ચાલી રહી છે. આ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા ખેલાડીઓને રૂપિયા ૪૦ કરોડના રોકડ પુરસ્કારો આપવામાં આવશે.

ગુજરાતના ખેલાડીઓએ ચાલુ વર્ષે વૈશ્વિક સ્તરની રમતોમાં ગોલ્ડ મેડલ સાથે એકથી વધુ સિદ્ધિ મેળવી છે. રાજયના છ ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ વર્ષે રાજયભરમાંથી કુલ ૪૨૦૯૧૧૦ રમતવીરોએ નોંધણી કરાવી હતી. પરંતુ જુદા જુદા કારણોસર પાંચ લાખથી વધુ ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લઈ શકયા નથી. સરકાર દ્વારા શકિતદૂત યોજના હેઠળ ખેલાડીઓને ૧૮૯ લાખથી વધુના પુરસ્કાર એનાયત કરાયા છે. ખેલમહાકુંભમાં ભાગ લેનારા પ્રતિભાશાળી ખેલાડીઓને વિવિધ યોજનાઓ જેવી કે જિલ્લા કક્ષા સ્પોટર્સ સ્કુલ, શકિત દૂત, સેન્ટર ઓફ એકસલન્સ, ખેલે ગુજરાત, સમર કોચીંગ કેમ્પ અને ઈન સ્કુલ પ્રોગ્રામનો લાભ પણ અપાશે. તેમ જણાવાયું છે.(૩૦.૩)

 

(11:44 am IST)