ગુજરાત
News of Wednesday, 22nd September 2021

અમદાવાદના ગાંધી રોડ નજીક આંગડિયા પેઢીના 75 લાખ લઇ મેનેજર રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ

અમદાવાદ : શહેરના ગાંધી રોડ ઉપર આવેલી આંગડિયા પેઢીના 75 લાખ રૂપિયા લઈને તેનો મેેનેજર જ પલાયન થઈ ગયો છે. કનુભાઈ કાંતિલાલ આંગડિયા પેઢીની લુિધયાણા બ્રાન્ચના મેનેજર કિશન પટેલ ગત એપ્રિલ મહિનામાં 75 લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા. પૈસા સાથે લુિધયાણા નહીં પહોંચેલા મેનેજરનો પતો ચાર મહિના સુધી ન લાગતાં આખરે મેનેજર કિશન પટેલ છેતરપિંડી કરી પલાયન થઈ ગયાની ફરિયાદ ખાડિયા પોલીસમાં નોંધાવાઈ છે. ચાંદખેડામાં રહેતા કનુભાઈ ડાહ્યાભાઈ નાઈ ગાંધી રોડ ઉપર હિરાભાઈની પોળમાં કનુભાઈ કાંતિલાલ નામની આંગડિયા પેઢી ભાગીદારીમાં ચલાવે છે. કંપનીની લુિધયાણા ખાતે આવેલી શાખામાં મુળ નિકોલના કિશન રાજેશભાઈ પટેલ મેનેજર તરીકે નોકરી કરતા હતા. કિશન પટેલ પેઢીના પૈસાની લેવડદેવડ નિયમીતરૂપે કરતા હતા. ગત તા. 15 એપ્રિલે કિશન રાજેશભાઈ પટેલ અમદાવાદ ખાતેની મુખ્ય કચેરીએ આવ્યા હતા. ઓફિસમાં અન્ય ભાગીદારો અને મોહનભાઈ કાશીરામ પટેલની હાજરીમાં 75 લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા. લુિધયાણા ખાતેની બ્રાન્ચમાં ધંધો કરવા માટે 75 લાખ રૂપિયા લઈને નીકળેલા કિશન પટેલને ચાર-પાંચ દિવસ પછી ફરિયાદી કનુભાઈ નાઈએ ફોન કર્યો હતો. આ સમયે કિશન પટેલનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. લુિધયાણા ખાતેની પેઢીમાં બીજા કર્મચારી જશુભાઈ દેસાઈને પૂછતાં તેમણે કિશન પટેલ આવ્યા નહીં હોવાન ીવાત કરી હતી.

(6:01 pm IST)