વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં યુવકના પ્રેમ પ્રસ્તાવની યુવતીએ મનાઈ કરતા યુવકે પરેશાન કરતા પોલીસ ફરિયાદ
વડોદરા: શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં રહેતી ધો.૧૨ ની વિદ્યાર્થિનીએ યુવકનો પ્રેમ પ્રસ્તાવ નહી સ્વીકારતા તેનો સતત પીછો કરી હેરાન કરતો હતો.યુવકની હરકતોથી કંટાળીને ફરિયાદ કરતા લક્ષ્મીપુરા પોલીસે ગુનો દાખલ કરી યુવકની અટકાયત કરી છે. શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની કિશોરી ધો.૧૨ માં અભ્યાસ કરે છે.તે જ વિસ્તારમાં રહેતો મયૂર પ્રવિણભાઇ રાઠવાએ થોડાસમય પહેલા યુવતીને ફ્રેન્ડશિપ માટે પ્રપોઝલ મુક્યુ હતું.પરંતુ,યુવતીએ ના પાડતા યુવક ઉશ્કેરાયો હતો.યુવક દ્વારા સતત યુવતીનો પીછો કરીને હેરાનગતિ કરવામાં આવતી હતી.અને તેનો ઓડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.છેવટે યુવતીએ આ અંગે પરિવારને જાણ કરી હતી.પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી મયૂરની અટકાયત કરી છે.