ગુજરાત
News of Wednesday, 22nd September 2021

પંજાબમાં કોંગ્રેસે કેપ્ટન અમરિન્દરસિંહને હટાવીને સાડા ચાર વર્ષની નિષફળતાનો સ્વીકાર કર્યો: બીજેપી મહામંત્રી તરુણ ચુગ

આગામી ચૂંટણી સિદ્ધુના નેતૃત્વમાં લડાશે એમ કહીને કોંગ્રેસ દ્વારા દલિતોનું અપમાન કરાયું : ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

અમદાવાદ :ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા.તેમણે કહ્યું કે કોંગ્રેસે પંજાબમાં દલિત નેતાનું અપમાન કર્યું છે પંજાબના મુખ્યમંત્રીને ચોકીદારની ભૂમિકામાં મૂકી દીધા છે.કોંગ્રેસની નિમ્ન કક્ષાની માનસિકતા પંજાબમાં બહાર આવી છે.તરુણ ચુગની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ગુજરાત સરકારના પૂર્વ વનમંત્રી શબ્દશરણ તડવી, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ સહિત અન્ય આગેવાનો જોડાયા હતા.

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગે મુલાકાત લીધી હતી.તરુણ ચુગે જણાવ્યું કે પંજાબમાં આવનારી ચૂંટણી કોંગ્રેસ હારવાની છે.ચરણજીતે શપથ પણ ન્હોતા લીધા કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે કહી દીધું કે પંજાબની આવનારી ચૂંટણી સિદ્ધુના નેતૃત્વમાં લડાશે.કોંગ્રેસે પહેલીવાર કોઈ દલિતને મુખ્યમંત્રી બનાવ્યો છે એ પણ ભાજપના પ્રેસરમાં આવીને બનાવ્યા છે.7 દશકાઓ વીતી ગયા પછી દલિતને મુખ્યમંત્રી બનાવ્યા કોંગ્રેસે કહ્યું કે આવનારી ચૂંટણી સિદ્ધુના નેતૃત્વમાં લડવામા આવશે એમ કહીને કોંગ્રેસ દલિતોનું અને દલિત ભાઈચારાના નેતાનું અપમાન કરી રહી છે.દલિત મુખ્યમંત્રીને ચોકીદારની ભૂમિકામાં લાવી દીધા છે.દલિતનો છોકરો મુખ્યમંત્રી બન્યા પછી બીજીવાર મુખ્યમંત્રીનો ચેહરો કેમ ના બની શકે?, આ કોંગ્રેસનો દલિતો માટે એક નિમ્ન કક્ષાનો વિચાર અને માનસિકતા પણ રહી છે.

તરુણ ચુગે જણાવ્યું કે પંજાબમાં કોંગ્રેસે તેની સાડા ચાર વર્ષની નિષ્ફળતાનો કેપ્ટન અમરિન્દર સિંગને હટાવીને સ્વીકાર કર્યો છે.

(9:12 pm IST)