ગુજરાત
News of Tuesday, 22nd September 2020

નર્મદામાં બાઈક ચોરો સક્રિય : રાજપીપળા નજીકના વડીયા જકાત નાકા પાસેની લોટસ સોસાયટીમાંથી બાઈકની ચોરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાંમાં એક બાદ એક બાઇકો ચોરી ઘટના સામે આવી રહી હોય બાઈક માલિકોમાં ફફડાટ વધ્યો છે.હાલમાં રાજપીપળા નજીકના વડીયા જકાતનાકા પાસે આવેલી લોટસ સોસાયટી માંથી પણ એક બાઈક ની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર લોટસ સોસાયટી માં રહેતા અર્જુન ભાઇ ભયજીભાઈ તડવીની હિરો હોન્ડા કંપનીની મો.સા. ગાડી નંબર- GJ.16.BC.8913 જેની આશરે કિંમત રૂપીયા ૩૦,૦૦૦ની કોઇ અજાણ્યા ચોર ઇસમ મો.સા.નું લોક ખોલીને અથવા મો.સા.નું લોક તોડીને ચોરી કરી લઇ જતા આ બાબતે અર્જુન તડવી એ રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી છે.

(11:29 pm IST)