ગુજરાત
News of Tuesday, 22nd September 2020

કોરોનાના કહેર વચ્ચે ૫૩ દિવસથી ભાડુ નહીં ચૂકવાતા સુરતમાં ધનવન્તરી રથના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા

ડીકેએમ હોસ્પિટલ ખાતે ધન્વન્તરી રથ તરીકે દોડતા ૨૫૦થી વધુ વાહનોના પૈડા થંભાવી દેવાયા

 

સુરતમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. ત્યારે કોરોનાને કાબુમાં લાવવા માટે સરકાર દ્વારા ધન્વન્તરી રથ સેવા શરુ કરાઈ સીગગે પરંતુ સુરતમાં ધન્વન્તરી રથના ડ્રાઈવરોએ હડતાળ શરુ કરી દીધી છે. સરકાર દ્વારા ડ્રાઈવરોને ભાડુ નહી ચૂકવાતા હડતાલ પર ઉતરી જતા પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે

 . સુરત શહેરમાં કોરોના દિવસેને દિવસે બેકાબૂ બની રહ્યો છે. કોરોના સામે લડવા માટે મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા ધન્વન્તરી રથ સેવા શરૂ કરવામાં આવી છે. પરંતુ સેવા ખોરંભે ચડી છેકે, સુરતમાં ધન્વન્તરી રથના ડ્રાઈવરોએ હડતાળ શરુ કરી દીધી છે. સુરતમાં શહેરમાં એક હજાર કરતા પણ વધુ રથ લોકોની સારવાર કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટ ઉપર ભાડાની ગાડી લઈને રથની કામગીરી શરૂ કરવામાં આવી છે. જાેકે સરકારે ભાડું નહીં ચૂકવતા આજે અચાનક ધન્વન્તરી રથના ડ્રાઈવરોએ હડતાળ કરી દીધી છે. ધનવન્તરી રથના ડ્રાઇવરોને છેલ્લા ૫૩ દિવસથી ભાડું ચૂકવવામાં આવ્યુ નથી. વાહનોના ચાલકોએ વાહનોના ભાડાની માંગણી કરી હોવા છતાં ભાડું ચૂકવાતા આખરે તેઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.   સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે આવેલી ડીકેએમ હોસ્પિટલ ખાતે ધન્વન્તરી રથ તરીકે દોડતા ૨૫૦થી વધુ વાહનોના પૈડા થંભાવી દેવાયા છે. વાહનોના કોન્ટ્રાકટરોએ તાત્કાલિક ભાડાની માંગણી કરી છે. જાે કે હડતાલનાં પગલે પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

(10:26 pm IST)