વલસાડમાં ટ્રાફિક નિયમન માટે પોલીસના અધિકારી રસ્તા પર ઉતાર્યા
જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એમ .એન. ચાવડા ,સિટી પીઆઈ એચ.જે.ભટ્ટની મુહીમ રંગ લાવશે
(કાર્તિક બાવીશીદ્વારા ) વલસાડમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા સક્રિય બન્યા છે. ટ્રાફિક હળવો કરવા તેમના દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. જેના ભાગ રૂપે વલસાડ પોલીસના મોટા પોલીસ અધિકારીઓ રસ્તા પર ઉતરી પડ્યા હતા.
વલસાડના ડીવાયએસપી એમ. એન. ચાવડા, પીઆઇ એચ. જે. ભટ્ટ, તેમજ સીટી પોલીસનો મોટો સ્ટાફ આજરોજ વલસાડના માર્ગો પર ઉતરી પડ્યો હતો અને તેમના દ્વારા જ્યાં ત્યાં પાર્ક કરેલા વાહનોને દંડવાનું શરૂ કર્યું હતું. તેમના દ્વારા બજારમાં આડેધડ પાર્ક કરનારા બાઇક ચાલકોને દંડાયા હતા. આ સિવાય તેમના દ્વારા સરકારી કચેરીઓ બહાર આડેધડ પાર્ક થતી કારને પણ લોક મારી દંડ ફટકાર્યો હતો. પોલીસના આજના અભિયાનના પગલે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. કેટલાક વાહન ચાલકો પોલીસના મોટા કાફલાને જોઈને જ ભાગી છૂટ્યા હતા. આજના આ ટ્રાફિક અભિયાનમાં પોલીસે હજારો રૂપિયાનો દંડ વસુલયો હતો.