ગુજરાત
News of Tuesday, 22nd September 2020

ભદામની કરજણ નદીમાં ડૂબેલા બે બાળકોની બીજા દિવસે પણ કોઈ ભાળ મળી નથી:બાળકોને શોધવા બોટ મંગાવાઈ

બોટ અને પાલિકાના ફાયટરો કરજણ નદીમાં ડૂબેલા બે બાળકોની શોધખોળ બાદ પણ ભાળ ન મળતા પરિવારમાં ચિંતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભદામ ગામની કરજણ નદીમાં સોમવારે નાહવા પડેલા પાંચ બાળકો પૈકી 2 બાળકો પાણીમાં ગરકાવ થયા બાદ તેમની શોધખોળ કરાઈ હતી. જોકે સોમવારે સાંજે અંધારું થઈ જતા ફાયર ટિમ પરત ફર્યા બાદ મંગળવારે સવારથી પાલિકાની ફાયર ટિમેં બોટ મારફતે પણ બે બાળકોની શોધખોળ શરૂ કરી હતી છતાં સાંજ સુધી કોઈજ પત્તો લાગ્યો ન હોય બાળકોના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.ત્યારે જો આજે બાળકોની બીજા દિવસે ભાળ ન મળે તો ત્રીજા દિવસે એટલેકે બુધવારે પાણીમાંથી આપોઆપ મૃતદેહ બહાર આવી જશે તેવી અટકળો પણ સ્થાનિકોમાં સંભળાઈ રહી હતી.

(7:19 pm IST)