ગુજરાત
News of Tuesday, 22nd September 2020

કેવડીયા કોલોની મુખ્ય બજારમાં પાણીની સમસ્યા બાબતે નર્મદા નિગમની ઓફીસે મહિલાઓનો હંગામો

દીવા તળે અંધારું આ કહેવતને સાર્થક કરતો કિસ્સો કેવડિયા કોલોની ખાતે જોવા મળ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ઘણા સમયથી નર્મદા ડેમ પાસે આવેલ કેવડિયા કોલોની ગામ માં મુખ્ય બજારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય રહી છે ત્યારે ઓછું પાણી અને સમયસર પાણી ન આવતું હોવાની ફરિયાદ મહિલાઓ એ કરી હતી અને ડોહળું પાણી આવતું હોવાની પણ મહિલાઓએ ફરિયાદ કરી હતી ત્યારે સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવતા આજે  કેટલીક મહિલાઓ બોટલમા પાણીનો સેમ્પલ લઈને નર્મદા નિગમની પાણી પુરવઠાની ઓફિસ પહોંચી હતી અને હોબાળો મચાવ્યો હતો

 મહિલાઓનું કહેવું હતું કે પાણી માં વાસ આવે છે જાણે એમાં ડ્રેનેજની વાસ આવતી હોય એવું પાણી કાળું અને ડોહળું આવે છે અને ઘણીવાર તો બે ચાર દિવસ સુધી મેઇન બજાર માં પાણી આવતું નથી અને જે પાણી આવે છે તેનું પ્રેશર નથી હોતું. દસ કે પંદર મિનિટ સુધી પાણી આવે છે અને એક જ ટાઈમ કેવડિયામાં પાણી આપવામાં આવે છે
મહિલાઓનું કહેવું છે કે અહીંયા થી પાણી છેક કચ્છ સુધી પહોંચાડવામાં આવે છે પણ અમને જ અહીંયા પાણી નથી મળતું .

(7:06 pm IST)