ગુજરાત
News of Tuesday, 22nd September 2020

ગાંધીનગરમાં જુના સહીત નવા સેક્ટરમાં છેલ્લા બે અઠવાડિયાથી ડહોળું પાણી આવતા રહીશોને રોગચાળાનો ભય જોવા મળ્યો

ગાંધીનગર:શહેરમાં પાણી વિતરણની જવાબદારી પાટનગર યોજના વિભાગના શીરે છે ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા નગરજનોને આપવામાં આવતો પાણીનો પુરવઠો નર્મદા કેનાલમાંથી લાવવામાં આવે છે અને નગરના સરિતા ઉદ્યાન તથા ચરેડી ખાતે આવેલા શુધ્ધિકરણ પ્લાન્ટમાં તે પાણી પહોંચાડવામાં આવે છે અહીં પાણી શુધ્ધ કર્યા બાદ નિયમિતરીતે આંતરિક પાઇપ લાઇનો મારફતે પાણી પુરવઠો નગરજનોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે દર ચોમાસામાં નર્મદા કેનાલમાં પાણીની આવક વધે છે એટલે પાણી વધુ ડહોળું થાય છે જેથી તેને શુધ્ધિકરણ પ્લાન્ટમાં ઠારતા અને પાણી શુધ્ધ કરતા વધુ સમય લાગે છે તેથી ચોમાસા દરમિયાન પાટનગરમાં ઓછા ફોર્સથી પાણી આપવામાં આવે છે તેવો જવાબ તંત્ર દ્વારા આપવામાં આવે છે જે ટેકનીકલી સાચો પણ છે ત્યારે  દર વર્ષે પાણીની પારાયણ થાય છે જેનું કાયમી નિરાકરણ પણ તંત્રએ અથવા તો નગરના નેતાઓએ લાવવું જોઇએ તેવી લોકમાંગ ઉઠી છે

ગાંધીનગરમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે હાલની સ્થિતિમાં પણ ડહોળું પાણી જુના અને નવા સેક્ટરોમાં આવી રહ્યું છે. જેના કારણે નગરજનોને પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ભય છે તો બીજીબાજુ વારંવાર એકની એક સમસ્યા ઉભી થતી હોવા છતા નગરજનોના પ્રાણ પ્રશ્નનું નિરાકરણ નહીં લાવવાને કારણે  સત્તાધારી પક્ષ સામે રોષ પણ છે ત્યારે પાણી ડહોળું છે પણ દુષિત નહીં, વાપરવા યોગ્ય હોવાનો તંત્ર દાવો કરે છે પરંતુ હાલની રોગચાળાની સિઝનમાં પાણી ઉકાળીને પીવા માટે ડોક્ટરો સલાહ આપે છે

(5:31 pm IST)