ગુજરાત
News of Tuesday, 22nd September 2020

સુરતના અડાજણ વિસ્તારમાં પરિણીતા પાસે દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજરી ઘરમાંથી કાઢી મુકનાર સાસુ સહીત દેરાણીની પોલીસે ધરપકડ કરી

સુરત: અડાજણ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી અને નાનપુરા ખાતે આર્કીટેક્ટ તરીકે કામ કરતી સંજના (નામ બદલ્યું છે) ના લગ્ન અર્જુન (નામ બદલ્યું છે) સાથે વર્ષ 2017માં થયા હતા. લગ્ન પૂર્વે અર્જુન હજીરાની એસ્સાર કંપની, દુબઇ અને કુવૈત તથા પલસાણાની કંપનીમાં આસીસટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો અને તેની આવકમાંથી પાલનપુર વિસ્તારમાં મકાન ખરીદયું હતું. લગ્નના એકાદ મહિના બાદ સંજનાને તેની સાસુ લલીતાબેન, સસરા ગોવિંદભાઇ અને દિયર જતીને અપશબ્દો ઉચ્ચારી શારિરીક-માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી હતી. પરંતુ દહેજની માંગણીના સામે પતિ અર્જુનનો વિરોધ હોવાથી તેણે પત્ની સંજનાને સહકાર આપ્યો હતો. પરંતુ સંજના દહેજ લાવવા માટે વશ નહીં થતા સસરાએ અપશબ્દો ઉચ્ચારી દિવાસ સાથે માથું ભટકાડી માર માર્યો હતો. ઉપરાંત સંજના રસોડામાં રસોઇ બનાવી રહી હતી ત્યારે એકલતાનો લાભ લઇ દિયર જતીને હાથ પક્ડી અશ્લીલ હરકત કરી હતી અને સસરાએ ખુન કરાવી લોહીની નદી વહેવડાવી દેવાની ધમકી આપી હતી પુત્ર અર્જુન સાથે સંજનાને ઘરમાંથી કાઢી મુક્યા હતા. પ્રકરણમાં અઠવાડિયા પૂર્વે સંજનાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે સાસુ લલીતાબેન અને દેરાણી નિહારીકા પટેલની ધરપકડ કરી છે.

(5:29 pm IST)