ગુજરાત
News of Tuesday, 22nd September 2020

સુરત: કોસાડમાં ઇવા એમ્બ્રોડરી પાર્કના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાંચ દુકાનને નિશાન બનાવી તસ્કરોએ 34 હજારથી વધુની મતાની ઉઠાંતરી કરી

સુરત: શહેરના કોસાડના ઇવા એમ્બ્રોડરી પાર્કના ગ્રાઉન્ડ ફ્લોરમાં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરો પાંચ દુકાનના તાળા તોડી રોકડ અને સરસામાન મળી રૂા. 34 હજારની મત્તા ચોરીની રવાના થઇ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.
મોટા વરાછા સુદામા ચોક .બી.સી સર્કલ સ્થિત ખોડિયાર નગર સોસાયટીમાં રહેતા નિકુંજ વલ્લભભાઈ ઘોરી (..24) કોસાડ આવાસ નજીક ઈવા એમ્બ્રોડરી પાર્કના ગ્રાઉન્ડ ફ્લોરમાં પટેલ ટ્રેડ નામે એમ્બ્રોડરીના ધાગા અને સરસામાનનો વેપાર કરે છે. નિકુંજની પટેલ ટ્રેડ નામની દુકાન સહિત તસ્કરોએ આજુબાજુની દુકાનને નિશાન બનાવી ચોરીનો કસબ અજમાવ્યો હતો. પટેલ ટ્રેડની બાજુમાં બાપા સીતારામ ચા-નાસ્તા સેન્ટર નામે દુકાન ધરાવતા રમેશભાઈ સવારે રાબેતા મુજબ દુકાને આવ્યા ત્યારે પટેલ ટ્રેડ દુકાનના તાળા તુટેલા જોઇ તુરંત નિકુંજને ફોન કરી ચોરી થયાની જાણ કરી હતી.

(5:29 pm IST)