સુરતના અલથાણા ચોકડી નજીક મારુતિ વાહનમાં વાછરડાને કતલખાને લઇ જવાનો પ્રયાસ કરી રહેલ ત્રણ નરાધમો પૈકી એક શખ્સની ધરપકડ
સુરત: શહેરના અલથાણ ચોકડી પાસે સવારના સમયે મારૂતિ વાનમાં જબરજસ્તી વાછરડાને બેસાડી કતલખાને લઇ જવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ પૈકી એક રંગેહાથ ઝડપાય ગયો હતો. જયારે તેના બે સાથીદાર ભાગી જવામાં સફળ રહ્યા હતા.
ભટાર વિસ્તારના ખોડિયાર નગરની બાજુમાં ક્રિષ્ણાનગરમાં રહેતો પશુપાલક રાજુ ખોડા ભરવાડ (ઉ.વ. 28) રાબેતા મુજબ 6 વાગ્યાના અરસામાં ગ્રાહકોને દુધ વહેંચવા જઇ રહ્યો હતો. તે દરમ્યાન અલથાણ ચોકડી પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ત્રણ યુવાનો જબરજસ્તી વાછરડાને મારૂતિ વાનમાં બેસાડવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા.
જેથી રાજુ તુરંત જ મારૂતિ વાન તરફ જતા ત્રણ પૈકી બે યુવાન ભાગી ગયા હતા. જ્યારે એક યુવાનને રાજુએ પકડી લઇ બુમાબુમ કરતા રાહદારીઓ એકઠા થઇ ગયા હતા. એકઠા થયેલા લોકોએ મારૂતિ વાન નં. જીજે-5 સીએમ-9753 ની પાછળની સીટ પર જોતા એક વાછરડીને મોંઢા પર કપડું બાંધી અને દોરડા વડે બાંધીને બેસાડેલી નજરે પડી હતી.