ગુજરાત
News of Tuesday, 22nd September 2020

વડોદરામાં વાહન ચેકીંગ દરમ્યાન માણેજા ક્રોસિંગ નજીકથી પોલીસે કાર ચાલકને 10 ટીન બીયરના જથ્થા સાથે ઝડપી પાડ્યો

વડોદરા: શહેરમાં વાહન ચેકિંગ દરમિયાન માણેજા ક્રોસીંગ નજીકથી એક કારચાલકને બીયરના ૧૦ ટીન સાથે મકરપુરા પોલીસે ઝડપી પાડયો છે. યુવક મહેફિલ માટે બીયરના ટીન લાવ્યો હોવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે

મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે સાંજે વિસ્તારમાં વાહન ચેકિંગ કરતો હતો. તે દરમિયાન  માણેજા  ક્રોસીંગ પાસે વાગ્યે એક કારને અટકાવી તપાસ કરી હતી.

 કારની પાછળની સીટ પરથી પોલીસને બીયરના ૧૦ ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે કારચાલક કૃણાલ ઘનશ્યામભાઇ પટેલ (રહે. અમીન ફળીયુ કરચિયા ગામ)ની ધરપકડ કરી હતી. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન કૃણાલે કબૂલ્યુ હતું , હાલોલ નજીક રહેતા છપ્પન નામના શખ્સ પાસેથી લાવ્યો હતો. જેનો મોબાઇલ નંબર કૃણાલે મકરપુરા   પોલીસને આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છેકૃણાલ ખાનગી ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરે છે

(5:28 pm IST)