ગુજરાત
News of Tuesday, 22nd September 2020

વડોદરામાં કોર્પોરેશન દ્વારા શહેરમાંથી પકડવામાં આવેલ રખડતા ઢોરની ડબ્બામાંથી ઉઠાંતરી થઇ જતા પોલીસ તપાસ હાથ ધરી

વડોદરા: શહેરમાં કોર્પોરેશન દ્વારા શહેરમાંથી પકડવામાં આવતા રખડતા ઢોરોને ઢોરડબ્બામાંથી ઉઠાવી જવાનું ષડયંત્ર બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરમાં જાહેરમાં રખડતા ઢોરોને પકડવા માટે કોર્પોરેશન દ્વારા એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. ટીમ દ્વારા પોલીસ અને કોર્પોરેશના સિક્યુરિટી ગાર્ડ સાથે જુદા- જુદા વિસ્તારોમાંથી રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશ ચલાવવામાં આવે છે.

કોર્પોરેશન દ્વારા ઢોરોના કાન તેમજ ગળાના ભાગે ચિપ્સ નાખવામાં આવી છે. જેથી પકડાયેલા ઢોરના માલિકોની ઓળખ છતી થાય છે અને તેની સામે પોલીસ ફરિયાદ નોંધાતી હોય છે. કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરો માટે જુદા- જુદા વિસ્તારોમાં ઢોર ડબ્બા ઉભા કરવામાં આવ્યા છે અને ત્યાં પણ સિક્યુરિટી વ્યવસ્થા રાખવામાં આવી છે.

કોર્પોરેશને ગત જુલાઇ માસમાં પકડેલા 9 વાછડી અને 6 ગાય મળી કુલ 15 ઢોરને બહુચરાજી રોડ નજીક ખાસવાડી સ્મશાન ખાતેના ઢોર ડબ્બામાં રાખવામાં આવ્યા હતા. રાત્રે બે વાગ્યાના અરસામાં અવાજ આવતા સિક્યુરિટી ગાર્ડે તપાસ કરતાં કેટલાક લોકો દીવાલ કૂદીને ભાગી ગયા હતા.

(5:27 pm IST)