ગુજરાત
News of Tuesday, 22nd September 2020

ફિકસ પગારદારોના કેસમાં વકીલોને પાંચ વર્ષમાં ૫૦ લાખ જેટલી રકમ ચુકવાઈ

(અશ્વિન વ્યાસ), ગાંધીનગરઃ રાજયમાં સરકારી નોકરીઓમાં ફિકસ પગારદારોને પુરો પગાર આપવાના કેસ અન્વયે નામદાર હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં પડકારતા રાજય સરકારે વકીલોની ફી પેટે  તા.૩૦/૬/૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં વકીલોને ચૂકવામાં આવેલ ફી અંગે પ્રશ્નના ઉત્તરમાં કાયદા મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે નામદાર સુપ્રિમકોર્ટમાં કેસ લડવા બાબતે સરકારશ્રી તરફથી છેલ્લા પાંચ વર્ષેમાં ચુકવાયેલ ફીની વિગતો આ મુજબ છે.

વકીલોનું નામ અને ચુકવાયેલ રકમઃ (૧) શ્રી અગ્રવાલ એસોસીએટ રૂ.૧૩,૦૧,૧૯૮, (૨) શ્રી કે.કે.વેણુગોપાલ એર્ટની જનરલ ઓફ ઈન્ડિયા રૂ.૧૬,૫૦,૦૦૦, (૩) શ્રી તુષાર મહેતા એડીશનલ સોલીસીટર જનરલ ઓફ ઈન્ડિયા રૂ.૦૪,૦૦,૦૦૦,(૪)શ્રી નીરજ કિશન સિનિયર એડવોકેટ રૂ.૦૫,૫૦,૦૦૦, (૫) શ્રી પી.એસ. નરસિંહમાં સિનિયર એડવોકેટ રૂ.૩,૩૦,૦૦૦, (૬) શ્રી રંજીતકુમાર સિનિયર એડવોકેટ રૂ.૧૩,૨૦,૦૦૦

(3:57 pm IST)