ગુજરાત
News of Tuesday, 22nd September 2020

હમ 'સાત' સાથ સાથ હૈ : સૂરતના પરિવારે કોરોનાને હરાવ્યો : ૪ માસના બાળકનો સમાવેશ

સુરત, તા. રર : શહેરમાં દ્યણા કુટુંબોમાં દ્યરના બધા જ સભ્યો કોરોનાગ્રસ્ત થયા હતા. જેમાં એક કુટુંબ કે જેના સાત સભ્યોએ કોરોનાને મ્હાત આપી છે. મૂળ મહારાષ્ટ્ર વતની અને દોઢ વર્ષથી અડાજણ વિસ્તારમાં રહેતા આરાધ્યે પરિવાર પણ કોરોના સંક્રમિત થયું હતું.  પૂરતી સારવાર સાથે તેઓ કોરોનાને હરાવી સ્વસ્થ થયા છે. પરિવાર કોરોનામુકત થતા પરિવારમાં ખુશી છવાઈ હતી.

આરાધ્યે પરિવારના શ્રી સંદિપ આરાધ્યે જણાવ્યું કે, પરિવારના તમામ સભ્યોને ખાંસી, શરદી, તાવ આવતો હતો, જેથી તા.૧૭ ઓગસ્ટે અડાજણના પીએચ.સી. સેન્ટરમાં પરિવારના તમામ સભ્યોનો કોરોના રિપોર્ટ કઢાવતા સાત સભ્યો પોઝિટિવ આવ્યાં. જેમાં ચાર માસના શિવાંશ અને ૮૩ વર્ષિય દાદી પણ પોઝિટિવ આવ્યાં.

શરૂઆતમાં બધા ડરી ગયા હતા. પરંતુ તબીબોની સલાહથી હોમ કવોરન્ટાઇન થઈ સારવાર લીધી અને બધા સ્વસ્થ થયા.

દાદી ૨૦ દિવસની સારવારમાં અને બાકીના સભ્યો ૧૪ દિવસ હોમ કવોરન્ટાઇન થઇ કોરોને મ્હાત આપી છે. દાદીને નવું નવજીવન આપનારા સિવિલ હોસ્પિટલના તબીબો પ્રત્યે સંદિપભાઈએ આભારની લાગણી વ્યકત કરી હતી.

આરાધ્યે પરિવારના ૮૩ વર્ષિય કોરોના મુકત થયેલા દાદી રૂકમણિબહેન આરાધ્યે જણાવ્યું કે, મોટી ઉમરે કોરોના થતા ડર તો લાગતો હતો, પરંતુ સિવિલ હોસ્પિટલના ડોકટર, તબીબોની સતત દેખભાળ અને સારવારના કારણે સ્વસ્થ થઈ છું. સિવિલના તબીબોના મહેનતનું પરિણામ છે. પાછી દ્યરે આવી છું, અને મારા પરિવારના તમામ સભ્યો પણ કોરોનામુકત થયા છે. જેથી ખુશીની લાગણી અનુભવું છું.

નવી સિવિલના નોડલ ઓફિસર ડો.વિવેક ગર્ગ અને ડો. અજય પરમારની ટીમના કર્મનિષ્ઠ તબીબો અને નર્સિંગ સ્ટાફની ટીમના સફળ ઉપચારથી ૮૩ વર્ષના વયોવૃધ્ધ રૂકમણિબેન આરાધ્યે ૨૦ દિવસની સારવારમાં ૧૫ દિવસ ઓકિસજન પર રહી કોરોનાને મ્હાત આપી છે.

(3:22 pm IST)