ગુજરાત
News of Tuesday, 22nd September 2020

વાંસદા ૫ ઈંચ- કુકરમુંડા અને કરજણ ૪, ઉમરપાળા ૩.૫- કપરાડા અને સુરતમાં દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૯૯.૬૧ ટકા ભરાઈ ગયો

રાજયના ૨૪ જીલ્લાના ૧૧૪ તાલુકા પર મેઘો ઓળઘોળ

(જીતેન્દ્ર રૂપારેલિયા), વાપીઃ ચોમાસાની આ સીઝનમા મેઘરાજા આસો અધિક માસમાં પણ જમાવટ કરતા રાજયના અનેક વિસ્તારોમા હળવા ઝાપટાથી ૫ ઈંચ સુધીનો વરસાદ નોંધાઈ રહ્યો છે.

ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમા નોંધાયેલ વરસાદના મુખ્ય આંકડાને જોઈએ તો... વાંસદા ૧૧૬ મિમી, કુકરમુંડા ૧૦૬ મિમી, કરજણ ૯૧ મિમી, ઉમરપાડા ૮૧ મિમી, કપરાડા ૭૨ મિમી, નાંદોદ ૬૬ મિમી, નિઝર ૬૪ મિમી, માંડવી ૬૩ મિમી, ડોલવણ, વધઇ અને સુરત સીટી ૬૧ મિમી વરસાદ નોંધાયેલ છે

આ ઉપરાંત બારડોલી ૫૯ મિમી, નવસારી ૫૨ મિમી, ખેરગામ ૫૧ મિમી વરસાદ નોંધાયેલ છે તેમજ રાજયના ૯૮ તાલુકામા ૧ મિમી થી ૫૦ મિમી સુધીનો વરસાદ નોંધાયેલ છે

દક્ષિણ ગુજરાત ની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી સતત વધીને આજે સવારે સાત વાગે ૩૪૩.૬૬ ફૂટે પહોંચી છે ડેમમા ૧૩૯૦૦૧ કયુસેક પાણી ના ઈન્ફલો સામે ૧૭૩૯૨૪ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે તાપી ગાંડીતુર બની છે. કોઝ વે છેલ્લા ૪૫ દિવસ થી સતત ઓવરફ્લો થઈ રહીયો છે.આજ સવારની પોઝીશન મુજબ ઉકાઈ ડેમ ૯૯.૬૧ ટકા ભરાયો છે.

આ લખાય રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૧ કલાક દક્ષિણ ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા પડી રહયા છે.

(4:14 pm IST)