ગુજરાત
News of Tuesday, 22nd September 2020

સુરતના રાંદેરમાં પહેલા માળની ગેલેરી તૂટી પડતા ત્રણ શ્રમજીવીના દટાઈ જવાથી મોત

50 વર્ષથી વધુ જૂની જર્જરિત નીલાંજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં લગભગ 50 વર્ષથી વધુ જૂની જર્જરિત નીલાંજન એપાર્ટમેન્ટ નામની બિલ્ડીંગ આવેલી છે, તેને કોર્પોરેશન દ્વારા ખાલી કરાવી રાખેલ છે, આજે વહેલી પરોઢિયે નીલાંજન એપાર્ટમેન્ટ ની પહેલા માલની ગેલેરીનો અમુક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં બંધ દુકાનની આગળ નીચે સુતેલા ત્રણ શ્રમજીવી ગેલેરી તૂટી પડતા નીચે દબાઈ ગયા હતા. સામે રહેતા જીતેન્દ્રભાઈ એ સવારે 4 વાગે ધડાકાભેર કોઈ વસ્તુ પડવાનો અવાજ આવતા તેઓ તરત ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને તૂટેલી ગેલેરી પાસે જઈ ને જોતા તેમાંથી કોઈના દબાઈ ગયેલા વ્યક્તિનો બચાવ માટે બુમો સંભળાતા તેમને બીજાની સહાયતાથી બે જણાને બચાવીને કાટમાળમાંથી બહાર કાઢીને તરત ફાયર બ્રિગેડ અને 108 ને પણ જાણ કરવામાં આવી તેઓ આવતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક દવાખાને મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેવામાં બીજા ત્રીજા એક વ્યક્તિની પણ બચાવ માટેની બુમો સાંભળતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તેને પણ કાટમાળમાંથી બહાર કાઢીને દવાખાને મોકલવામાં આવ્યો હતો પણ કહેવામાં આવે છે કે તે ત્રણે માંથી કોઈ બચી શક્યું નથી. ગઈકાલે વરસાદના કારણે બીજા શ્રમજીવીઓ ત્યાં સુવાનું ટાળીને બીજે જતા રહ્યા હતા અહીતો બહુ મોટી જાનહાની થઇ હોત તેમ પોલીસ જણાવી રહી છે. ત્રણે મૃતકોના નામ અનીલચંદ્ર નેપાળી(35), જગદીશચંદ્ર ચૌહાણ(45) અને રાજુ મારવાડી(40) જાણવા મળ્યું છે.

(1:10 pm IST)