ગુજરાત
News of Tuesday, 22nd September 2020

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલને દિલ્હીનું તેડું

ગુજરાત પ્રદેશ માળખામાં ફેરફારની સંભાવનાઓની અટકળો વચ્ચે

ગાંધીનગર,તા.૨૨ :ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થવાની સંભાવના દેખાઈ રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને દિલ્હીનું તેડું આવ્યું છે. કાલે ૨૩ તારીખે સી.આર.પાટીલ દિલ્હી રવાના થાય તેવું રાજકિય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જો કે પાટીલ તાજેતરમાં જ કોરોનામાં સપડાયા હતા એટલે ડોકટરની સલાહ લઈને પાટીલ હવાઈ મુસાફરી કરશે.

દિલ્હીથી પરત ફર્યા બાદ ગુજરાત ભાજપ સંગઠનની જાહેરાત કરશે એવી પણ રાજકિય વર્થુળોમાં ચર્ચા છે. ભાજપ શહેર પ્રમુખની વરણીમાં નો રિપીટ થીયરી અપનાવશે.

(12:48 pm IST)