ગુજરાત
News of Tuesday, 22nd September 2020

વડોદરા : એમએસ યુનિવર્સિટીની ફીમાં ઘટાડો : 45 હજાર વિદ્યાર્થીઓ થશે મોટો આર્થિક ફાયદો

પ્રથમ સેમેસ્ટરની ફીમાં 1800 થી લઇને 7500 સુધી ઘટાડો થઇ શકે

 

વડોદરા : વડોદરાની વિશ્વ પ્રસિધ્ધ મહારાજા સૈયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ માટે મોટા અને રાહતનાં સમાચાર આવ્યા છે એમએસ  યુનિવર્સિટી સત્તામંડળ દ્વારા 45 હજાર વિદ્યાર્થીની ફીમાં એમએસ યુનિવર્સીટી ઘટાડો કરશે તેવી જાહેર કરવામાં આવી છે. આજે મળેલી MS યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં ફી ઘટાડાનાં પ્રસ્તાવને રજૂ કરવામાં આવ્યો હતો, જે સર્વસંમતિ સાથે પાસ પણ કરી દેવામાં આવ્યો છે.

MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 45 હજાર વિદ્યાર્થીઓને પ્રથમ સેમેસ્ટરની ફીમાં 1800 થી લઇને 7500 સુધી ઘટાડો થઇ શકે છે. ફીમાં કોર્ષ પ્રમાણે અને હાલની ફી પ્રમાણે કેટલો ઘટાડો લાગુ થશે તેની વિધિગત રીતે જાહેર નજીકનાં ભવિષ્યમાં કરવામાં આવશે. આજે મળેલી MS યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જે સુવિધા નથી તેની ફી નહીં લેવામાં આવે.

(1:04 am IST)