ગુજરાત
News of Monday, 21st September 2020

કૃષિ બીલોના વિરોધમાં કોંગ્રેસ કરશે દેશવ્યાપી સહી ઝુંબેશ આંદોલન : બે કરોડ ખેડુતોના કરાવશે હસ્તાક્ષર

તમામ રાજ્યોમાં પ્રેસ કોન્ફ્રન્સ :રાજભવન સુધી પદયાત્રા કઢી રાષ્ટ્રપતિના નામ આવેદન રાજ્યપાલને સોંપશે : દરેક જિલ્લામાં ધારણા પ્રદર્શન અને ખેડૂત સંમેલન કરશે

નવી દિલ્હી : સંસદમાં પસાર થયેલા કુષિ બીલો મુદ્દે મોદી સરકાર વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટીએ પચાસ દિવસોના દેશ વ્યાપી આંદોલનનું એલાન કરતા કહ્યું કે, આ બીલો વિરુદ્ધ તેઓ દેશભરમાં બે કરોડ ખેડુતોની સહી કરાવશે.

કોંગ્રેસ કાર્યાલયમાં સોનિયા ગાંધીની સલાહકાર સમિતિ સાથે પાર્ટી મહાસચિવો અને પ્રભારિઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે આ અઠવાડિયા દરેક રાજ્યોમાં કોંગ્રેસના મોટા મોટા નેતા પ્રેસ કોન્ફરન્સ કરશે અને પદયાત્રા કાઢશે. 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે કોંગ્રેસ કિસાન-મજુર બચાઓ દિવસ તરીકે મનાવશે. જે હેઠળ દરેક જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણાં કરશે.

સોનિયા ગાંધીના નિર્દેશ પર થયેલી આ બેઠક બાદ આંદોલનની રૂપરેખા જણાવતા સંગઠન મહાસચિવ કેસી વેણુંગોપાલે જણાવ્યું કે, સૌથી પહેલા 24 સપ્ટેમ્બર સુધી દરેક રાજ્યોમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. જે બાદ 28 સપ્ટેમ્બર સુધી દરેક રાજ્યમાં નેતા રાજભવન સુધીની પદયાત્રા કાઢી રાષ્ટ્રપતિના નામ આવેદન પત્ર રાજ્યપાલને સોંપશે. 2જી ઓક્ટોબરે દરેક જિલ્લામાં ધરણાં પ્રદર્શન થશે અને 10 ઓક્ટોબરે દરેક રાજ્યમાં ખેડુત સમ્મેલન કરવામાં આવશે.

કોંગ્રેસના કાર્યકર્તાઓ 31 ઓક્ટોબર સુધી ગામડે-ગામડે જઈને સહી ઝુંબેશ ચલાવશે. પાર્ટીએ 2 કરોડ હસ્તાક્ષર કરાવવાનો લક્ષ્‍ય રાખ્યો છે. જેને 14 નવેમ્બરે રાષ્ટ્રપતિને સોંપવાની રણનીતિ બનાવવામાં આવી

(12:20 am IST)