સુરતમાં મૂળ અમરેલીના સગીર યુવકને તેના જ મિત્રએ હનીટ્રેપમાં ફસાવી લાખો પડાવ્યા: ત્રણ મિત્રોની ધરપકડ
સ્પામાં યુવતી સાથે સબંધ બાંધ્યાનો વિડિઓ બનાવી મિત્રોએ જ કર્યો બ્લેકમેલ
ફોટો honey
સુરતમાં એક સગીરને તેના જ મિત્રોએ બ્લેકમેઈલ કરી 8.70 લાખ પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે
આ અંગે મળતી વિગત મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતના પુણા વિસ્તારમાં રહેતા 40 વર્ષના શ્રમજીવી વરાછા ખાતે હીરાને પોલીસ કરવાનું કામ કરે છે. જેઓએ મજૂરી કરી ટુકડે ટુકડે 8.70 લાખ રૂપિયા બચાવ્યા હતા અને તેની નોંધ એક ચિઠ્ઠીમાં કરી હતી. જે ચિટ્ઠી ધોરણ 10માં ભણતા પોતાના પુત્રની બેગમાંથી મળતા તિજોરી ચેક કરી હતી. ત્યારે આ તિજોરી ખાલી જોવા મળી હતી. જે અંગે કિશોરને પૂછતા તેને સ્પામાં જઈ યુવતી સાથે સંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું અને જે અંગેનો વીડિયો તેના મિત્રોએ બનાવ્યો હતો. જે બાદ મિત્રોએ આ વીડિયો જાહેર કરવાનું કહી 8.70 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું જણાવ્યું હતું. કિશોરના ખુલાસા બાદ શ્રમજીવી પિતાએ પુત્રના ત્રણેય મિત્રો વિરૂદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.